Aug 15 2010

સ્પીરિટ ઓફ ટાગોર એવોર્ડ-દેવિકા ધ્રુવ

Published by at 10:28 pm under બેઠકનો અહેવાલ

 

 અતુલ વીર, નવિનભાઇ બેંકર, કોન્સૂલ જનરલ ઓફ ઇન્ડીયા શ્રી.સંજીવ અરોરા અને સ્વપન ધારીવાલ

અતુલ વીર, ધીરુભાઇ શાહ, કોન્સૂલ જનરલ ઓફ ઇન્ડીયા શ્રી.સંજીવ અરોરા અને સ્વપન ધારીવાલ

તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ,

પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ  ( સાહિત્ય સરીતા વૃંદ)

શત શત અભિનંદનો ગુજરાતી સાહિત્ય સરિતાનાં બંને એવોર્ડ વિજેતા  સભ્યોને

તસ્વીર સૌજન્ય :  દેવિકાબેન ધ્રુવ

છેલ્લા ૩૭ વર્ષોથી હ્યુસ્ટનમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી કોમ્યુનિટી વેલ્ફેરના કાર્યો,હેલ્થ અને એજ્યુકેશન અંગેની પ્રવ્રુત્તીઓ, કેન્સર અવેરનેસ જેવા કાર્યક્રમો,રીપબ્લિક ડે, સ્વાતંત્ર્ય દિન,ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન વગેરેના કાર્યક્રમો યોજનાર ઇન્ડિયા કલ્ચર સેન્ટરે આ વર્ષે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૦નો, ૬૪મો સ્વાતન્ત્ર્ય દિન ઉજવવા ટાણે,ભારતના મહાન કવિ,નવલકથાકાર,નાટ્યલેખક, ચિત્રકાર,અને સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી.રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ-જયન્તી ઉજવવા સાથે કેટલાક સાંસ્ક્રુતિક કાર્યક્રમો ઉપરાંત  રવિન્દ્રનાથ ટાગોરની ચારેય પ્રિય પ્રવ્રુત્તીઓના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારા હ્યુસ્ટનના ચાર મહાનુભાવોનું પણ સ્પીરિટ ઓફ ટાગોર એવોર્ડ આપીને સન્માન કર્યું હતુ. 

 સંગીતના ક્ષેત્રમાં, હિન્દુસ્તાની શાસ્ત્રિય સંગીતના અદભુત ગાયક તથા શિક્ષક એવા શ્રી. પંડીત સુમન ઘોષને, ચિત્રકાર શ્રીમતિ પિયાલી દાસગુપ્તાને, તથા શિક્ષણક્ષેત્રે હ્યુસ્ટનની બેપ્ટિસ્ટ યુનિવર્સિટીની સ્કુલ ઓફ બિઝનેસના ડીન અને  ટેક્ષાસ સોસાયટી ઓફ સર્ટિફાઈડ પબ્લીક એકાઉન્ટંટના ડાયરેક્ટર શ્રી. મોહન કુરુવિલાને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

કવિતા વિભાગમા, ૧૯૮૨થી હ્યુસ્ટનમા વસતા ૯૦ વર્ષની વયના શ્રી. ધીરુભાઇ શાહની પસંદગી થઈ હતી.આદરણિય શ્રી. ધીરજલાલ શાહ ઇન્ડીયન સીનિયર સિટિઝન્સ એસોસિયેશનના ફાઉન્ડર મેમ્બર અને ગુજરાતી સાહિત્ય સરિતાના  વંદનીય કવિ છે. તેમણે અંગ્રેજી તેમજ ગુજરાતીમા ઘણી કવિતાઓ લખી છે. તેમનું અંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ધી પાથ ટોવર્ડસ બેટર લિવિંગઅને ગુજરાતીમા લખાયેલ  ચાર અન્ય પુસ્તકો પણ બેહદ લોકપ્રિય થયા છે.પત્નીના અવસાન પછી લખાયેલ વિરહ અને એકલતાના કાવ્યો ઉપરાંત જીવન કેમ જીવવું જોઇયે તે વિષેના કાવ્યોએ સારી ચાહના મેળવી છે.

 લેખન અને પત્રકારત્વ ક્ષેત્રે  આ સ્પિરીટ ઓફ ટાગોર એવોર્ડ હ્યુસ્ટનના જાણીતા ફ્રીલાન્સ પત્રકાર શ્રી.નવીન બેન્કરને, કોન્સૂલ જનરલ ઓફ ઇન્ડીયા શ્રી.સંજીવ અરોરાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.લગભગ સિત્તેર વર્ષની વયના શ્રી.નવીન બેન્કર ૧૯૮૫થી હ્યુસ્ટનમા વસે છે.આ પચ્ચીસ વર્ષો દરમ્યાન તેમણે ન્યૂયોર્કથી પ્રસિદ્ધ થતા ગુજરાત ટાઇમ્સ,ગુજરાત સમાચાર,સંદેશ, નયા પડકાર જેવા વર્તમાનપત્રોમા હ્યુસ્તનની વિવિધ સંસ્થાઓના કાર્યક્રમોના અહેવાલો, ફિલ્મ અને નાટ્ય-કલાકારોની મુલાકાતો,સ્ટેજ શો ના અહેવાલો,વગેરે પ્રસિદ્ધ કરાવ્યા છે.

ભારતમા ૧૯૬૪ થી ૧૯૭૧ના વર્ષો દરમ્યાન વિવિધ સામયિકો જેવા કે,’સ્ત્રી‘, ‘શ્રીસાપ્તાહિકો, ‘શ્રીરંગ ડાયજેસ્ટ‘,’ચાંદની‘, ‘આરામ‘, ‘મહેંદી‘, ‘કંકાવટી‘, ‘મુંબઈ સમાચાર‘, ‘જન્મભૂમી-પ્રવાસીવગેરેમા તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થઈ હતી. ૧૯૯૨માં મુંબઈ સમાચારની વાર્તા-સ્પર્ધામા તેમની ટુંકી વાર્તા‘  આથમતા સુર્યની વિદાયને ત્રુતિય પારિતોષિક મળ્યું હતું જે ક્રુતિ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના દર્પણમા પણ જન્યુઆરી ૧૯૯૩ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી..શ્રી. નવીન બેન્કરની ૧૩ પોકેટબુક નવલકથાઓ, ૨૦૦ ઉપરાંત છપાયેલી વાર્તાઓમાંથી પસંદ કરેલી વાર્તાઓના પાંચ વાર્તાસંગ્રહો પણ છપાયેલા છે. તેમનો એક વાર્તાસંગ્રહ પરાઇ ડાળનું પંખીતો અમદાવાદની લબ્ધ-પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા ભારતી સાહિત્ય સંઘે ૧૯૭૧મા છાપેલ છે.જેને શ્રી.બેન્કર પોતાનો વાર્તાવૈભવ તરીકે ઓળખાવવામા ગર્વ અનુભવે છે.તે ઉપરાંત એ જમાનામા તેમની રોમાન્ટીક સિરિઝમા  તેર પોકેટબુક લઘુ નવલક્થાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે.તેમના યૌવનકાળમા, તેમણે પ્રેમની કવિતાઓ લખવા ઉપરાંત કેટલાક નાટકોમા પણ ભૂમિકાઓ ભજવેલ છે.હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના એકાદ બે નાટકોમા , તથા માસ્ટરજીના કેટલાક નાટકોમા પણ તેમણે ભૂમિકાઓ ભજવી છે. 

વલ્લભ પ્રીતિ સેવા સમાજનો છપ્પનભોગ હોય કે પ્રમુખસ્વામિ મહારાજશ્રીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી હોય, સીનિયર્સ સિટિઝન્સનો મધર્સ ડે હોય કે તેમની પિકનિકનો અહેવાલ હોય,ગુજરાતી સમાજની નવરાત્રી હોય કે ચુંટણીનો અહેવાલ હોય, હ્યુસ્ટનની મુલાકાતે કેશુભાઈ પટેલ આવે કે અમિતાભ બચ્ચન આવે, નવીન બેન્કર તેમને મળે,મુલાકાતનો અહેવાલ લખે, ફોટા પાડે અને વર્તમાનપત્રોને મોકલે. હિન્દી ફિલ્મ જગતના ધુરંધર કલાકારો,સંગીતકારો,કોમેડીયનો, વિલનો, અભિનેત્રીઓ સાથેના તેમના ફોટાઓ અને મુલાકાતોના અહેવાલોના આલ્બમો અને ફાઈલો જૂઑ તો એમની બુદ્ધીપ્રતિભાનો ખ્યાલ આવે. શ્રી.નવીન બેન્કર ગુજરાતી સાહિત્ય સરિતાની શરૂઆતથી જ સભ્ય છે અને લગભગ દરેક મીટિંગ એટેન્ડ કરે જ.તેના અહેવાલો પણ લખે અને છાપાંમાં  છપાવે. આવા બહુરંગી વ્યક્તિત્વ અને બહુરંગી પ્રતિભા ધરાવતા ૭૦ વર્ષના જૈફ સાહિત્યપ્રેમી, સર્જક અને પત્રકારનું ટાગોર એવોર્ડથી સન્માન કરવા બદલ ઈન્ડીયા કલ્ચર સોસાયટીએ એક સ્તુત્ય કામ કર્યું છે તે બદલ તેમને અભિનંદન.

૧૫મી ઓગસ્ટનો આ ગૌરવપુર્ણ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી. રાજુ ભાવસાર,શ્રી.સ્વપન ધૈર્યવાન, શ્રી. અતુલ વીર, નિમ્મી વલે, કેશુભાઈ પટેલ, જસ્મીતા સીંઘ,મનીષા મહેતા, સુરેન્દ્ર તલવાર જેવા સંખ્યાબંધ  સન્નિષ્ઠ  કાર્યકરોએ પૂરા ત્રણ માસથી ખૂબ જહેમત ઉઠાવી હતી.તે સૌને પણ અભિનંદન.

5 responses so far

5 Responses to “સ્પીરિટ ઓફ ટાગોર એવોર્ડ-દેવિકા ધ્રુવ”

  1. vijayshahon 17 Aug 2010 at 1:16 pm

    અભિનંદન!

    તમે અને તમારી કાર્ય પધ્ધતિ માટે અમને માન છે
    હવે તો અભિમાન પણ છે
    આ એવોર્ડ સાહિત્ય સરિતાની પણ શાન છે
    વિજય શાહ

  2. vishwadeepon 17 Aug 2010 at 1:26 pm

    આપ બન્નેને સમગ્ર હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વતી હાર્દિક અભિનંદન…
    બન્ને G.S.S. ગૌરવ છો. સાહિત્ય સરિતાના નિર્મળા પ્રવાહ સમા છો.

  3. ધન્યવાદ સહિત અભિનંદન.
    હ્યુસ્ટનના મા સરસ્વતીના સંતાનો માટે ૧૫મી ઑગસ્ટના દીને મળેલ રવિન્દ્રનાથ ટાગોર પારિતોષક એ અતિ આનંદ અને અભિમાન દાયક યાદગાર પ્રસંગ ઉજવાઇ ગયો.આ પારિતોષક મેળવનાર
    મુ.પુ.ધીરૂભાઇ શાહ અને શ્રી નવીનભાઇ બેંકર એ મારે માટે માર્ગદર્શક છે જે મને લખવા પ્રેરે છે.આપના
    સાનિધ્ય અને સહવાસ અમારી મુડી છે તેવી અનુભુતી પણ થાય છે.
    ખરા હદયથી અભિનંદન
    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

  4. Sangita Dhariyaon 17 Aug 2010 at 2:58 pm

    First of all, I would like to congratulate ICC of Houston for celebrating India’s 64th Independence day and 150th Birth Anniversary of Great poet and Great soul Shree Ravindranath Tagor!

    On this special and auspicious day, there was one more celebration of recognizing great artists in Houston who are creating wonders in the field of art and serving the community selflessly for many years and honoring them with them the Spirit of Tagore Award. That is great. I command ICC’s initiation of such great work.

    My hearty congratulations to Shree Dhirubhai and Shree Navinbhai for receiving the Spirit of Tagore Award.

    Last but not the least, great report by Mrs. Dhruva. Thank you for sharing with all well wishers like us!

    God Bless you!

    Namaskar!

    Sangita Dharia

  5. vilas pipalia(masi)on 24 Aug 2010 at 7:53 am

    Devikaben and Navinbhai and Dhirubhai,
    Heartiest congrats to all three of you for getting the awards and wish that the future will definitely bring more laurels and you three will keep Gujarati sahitya sarita of houston on very very peak for years to come.Keep it up.
    vilas and prafull pipalia

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.