Archive for the 'સમાચાર' Category

કવિ ઇન્દ્ર શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક માં

Wednesday, December 12th, 2007

2007નાં વર્ષની છેલ્લી બેઠક આ વખતે શ્રી કિરણ અને નીરા શાહને ત્યાં પહેલા શનીવારને પહેલી ડીસેમ્બરે બપોરે 3.00 વાગે યોજાઇ સમયસર શરુ થયેલી બેઠકમાં મહેમાન કવિ ઇન્દ્ર શાહ અને મીના શાહ સાથે ઓસ્ટીનથી શકુંતલા દેસાઇ, ડો.નીલીમા અને નીખીલ મહેતા પધાર્યા હતા. દરેક બેઠકની જેમ આ બેથક્માં પણ સંખ્યા 40 જેટલી હતી.નીરાબહેને સૌનું સ્વાગત કર્યુ. દીપક્ભાઇ ભટ્ટે દરેક સભ્યોની ઓળખ ઇન્દ્રભાઇ સાથે કરાવી.

કવિ ઇન્દ્ર શાહ મૂળે વકીલ એટલે શબ્દોનાં ધનવાન અને ભાવોનાં ઉત્તમ ખેલાડી તેથી તેમને તેમના કાવ્યો વાંચવા ઇજન અપાય તે પહેલા તેમનો પરિચય આપવાનું કામ મારા માથે હતુ.વેબ જગતમાં મેં તેમના કાવ્ય ‘બેફીકરાઇ’ નો આસ્વાદ કરાવ્યો હતો ત્યારે તેમના મોતીનાં દાણા જેવા સ્વ્હસ્તાક્ષરે લખેલ “બે ફૂલ” થી હું પરિચિત હતો તેથી તેની નોંધ લઇ તેમના 1971 થી અહીંનાં લાંબાં અમેરિકન અનુભવોને ..તેમના ઓશો વાંચન ને અને જૈન તિર્થંકરો વિશેની તેમની માન્યતાઓને માન આપી તેમને તેમના કાવ્ય પઠન માટે આમંત્રણ અપાયુ.

અર્ધો કલાક્નાં તેમના પઠનમાં તેમણે તેમના કાવ્યસંગ્રહ ” ગોરખ ગોપાલમ”માંથી કેટલાંક કાવ્યો વાંચ્યા જેમા-’ગધેડો’ ‘ચહેરો’ અને ‘ગોરખગોપાલમ’ સૌને ગમ્યા.અન્ય કવિ મિત્રો સર્વ શ્રી સુમન અજ્મેરી. રસિક મેઘાણી,ધીરુભાઇ શાહ,અશોક પટેલ,મુકુંદ ગાંધી,વિજય શાહ,કિરીટ મોદી,શૈલા મુંશા,પ્રવિણા કડકીયા,નીરા શાહ અને દેવિકાબેન ધ્રુવે પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. મહેમાન કવિયત્રી શકુંતલા દેસાઇએ પણ પોતાનુ અંગ્રેજી કાવ્ય સંભળાવ્યુ હતુ.

ગુજરાતી સાહિત્ય સરિતાની શીસ્તબધ્ધતા અને સમયની ચુસ્તતાને મહેમાનો એ વખાણી..અને સાહિત્યની જાણવણીનું કાર્ય અહીં સારી રીતે થાય છે તેવો આનંદનો સુર ઇન્દ્રભાઇનો અને અન્ય મહેમાનો નો હતો. દીપક્ભાઇ એ યજમાન મહેમાન અને સૌ સભ્યોનો આભાર માનીને બેઠક સંપન્ન કરી હતી.

કિરણ શાહ અને નીરા શાહનું આતિથ્ય માણી સૌ સાંજે 6 વાગે છુટા પડ્યા

જવાહર બક્ષીનો હ્યુસ્ટનમાં યોજાયેલ કાર્યક્રમ

Monday, November 19th, 2007

નવેમ્બર ૯, ૨૦૦૭ ના ગુજરાત ટાઇમ્સના અંકમાં આ કાર્યક્રમ નો અહેવાલ આપેલ છે જે નીચે આપેલા ચિત્ર પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.

Javahar baxi in houston

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

Monday, November 19th, 2007

આ કાર્યક્રમ સાંભળવા માટે નીચે ક્લીક કરો.

Sher Antaxari

4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો.

મુકુંદ ગાંધી એ ડો. દિનેશ શાહની કવિતા વાંચી જે અમેરિકામાં કમાતા દિકરાઓ જે વતનમાં માબાપને જે ભુલી ગયાછે તેમની વ્યથાને વણી. વિજય શાહે શ્રી ઇન્દ્ર શાહ ની કવિતા ‘કાવડ’ વાંચી આજનાં શ્રવણને યાદ કર્યો. ફતેહ અલી ચતુરે તેમની મનોરંજક અદામાં અશોક ચક્રધરની કવિતા સંભળાવી સૌને આનંદીત કર્યા. શ્રી દીલિપ પરીખે અગીયારસ થી નૂતન વર્ષ સુધી દિવાળીનાં દિવસોનુ મહત્વ સમજાવ્યુ અને આધ્યાત્મિક રીતે દિવાળી કેમ ઉજવાય તેના મનોગમ્ય સુચનો કર્યા. ડો ભગવાનદાસે પ્રસંગોચીત આભાર અને આનંદ વિશે તેમનું મનનીય વક્તવ્ય રજુ કર્યુ. દિપક ભટ્ટ ગુજરાતી સાહિત્ય સરિતાનાં ભાવી કાર્યક્રમો અને આયોજન અંગે તેમના અભિપ્રાયો આપ્યા.
બહુ અપેક્ષિત નવો શેર અંતાક્ષરીનો કાર્યક્રમ શરુ કરતા પહેલા આ કાર્યક્રમનુ માળખુ તૈયાર કરનાર શ્રી સુમન અજમેરીનું અભિવાદન થયું.
45 થી વધુ ગુજરાતનાં જાણીતા અને સ્વિકૃત કવિ અને ગઝલકારોનાં લગભગ 81 શેરો 8 સભ્યો સર્વ શ્રી રસિક મેઘાણી, સુરેશ બક્ષી, મનોજ મહેતા, અશોક પટેલ દેવિકાબેન ધ્રુવ, ફતેહઅલિ ચતુર,પ્રવિણા કડકીયા અને શૈલા મુનશા એ રજુ કર્યા. સમગ્ર અંતાક્ષરીનું સુચન શ્રી કીરિટ ભક્ત અને રસેશ દલાલનું હતુ. આ અંતાક્ષરીનું આયોજન અને સંચાલન વિજય શાહે કર્યુ હતુ.
કાર્યક્રમનાં શ્રોતાઓમાં લગભગ દરેક સ્પર્ધકોનાં શેરો ઉપર દાદ મળતી હતી. અને આવા કાર્યક્રમો વધુ કરો કે જેથી ગુજરાતી સાહિત્યની જાણવણી અને લોક્ભોગ્યતા જળવાય તેવુ મંજુલાબેન પટેલનું સુચન આવ્યુ હતુ. આવા કાર્યક્રમો લોકભોગ્ય રીતે મોટા પાયે કરવાનુ અને સ્પર્ધકોને વધુ સાહિત્ય મળે તો આપણો અમર વારસો સચવાય તેવુ પણ કેટલાક મંત્ર મુગ્ધ શ્રોતાઓએ સુચવ્યુ હતુ.

સ્પર્ધકોની રજુઆત અને તેમણે કરેલ કાર્યની મુલવણી માટે ત્રણ જજ ડો ભગવાનદાસ પટેલ, મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા હતા. સર્વ શ્રી દેવિકાબેન ધ્રુવ અને મનોજ મહેતાને સારી અને અસરકારક રજુઆત માટે સન્માન્યા હતા અને દરેક સ્પર્ધકોને શ્રોતાઓએ વધાવ્યા હતા. ગુજરાતી સાહિત્યની ઉંચેરી સંસ્કાર મુડીને વિદેશમાં સાચવવા મથતા લગભગ દરેક ગુજરાતીને આ પ્રયોગનો આનંદ હતો અને નવતર પ્રયોગ માટે અભિમાન હતુ. અને આવા કાર્યક્રમોનું સ્તર નાની બેઠકથી વધારી મોટા કાર્યક્રમ સ્તરે લઇ જવા સુચન થયુ હતુ